જીવન સાથી - 40

(24)
  • 4.9k
  • 3.5k

આન્યાના મનમાં આજે વણથંભ્યા વિચારો અને પ્રશ્નોની હારમાળા ચાલી રહી હતી કે, કદાચ મને અશ્વલ સાથે પ્રેમ તો નથી થઈ ગયો ને ? ના ના, આપણે પ્રેમ બ્રેમના ચક્કરમાં નથી પડવા માંગતા. અને આન્યા ઉભી થઈને બહાર દિવાનખંડમાં ગઈ ફ્રીઝ ખોલીને તેમાંથી એક ઠંડા પાણીની બોટલ હાથમાં લઈને પાછી પોતાના રૂમમાં ગઈ અને આખી બોટલ મોઢે માંડીને એકજ શ્વાસે ગટગટાવી ગઈ. જાણે તે જજો અશ્વલના દિલમાં મારા માટે કોઈ જ ફીલીન્ગ્સ નથી તો તે મને મળવા માટે શું કામ આવ્યો હતો અને મારા માટે તેના દિલમાં કંઈ ફીલીન્ગ્સ છે તો તે મને કંઈ કહેતો કેમ નથી ? જે હોય તે