મોજીસ્તાન (84)[મિત્રો,વાર્તા જ્યારે વધુ લાંબી થવા લાગે છે ત્યારે લેખકને પણ એ વાર્તા યાદ રાખવી પડતી હોય છે.વાચકને તો જાણે વાંચીને જ આનંદ લેવાનો હોય છે એટલે એમની કોઈ જવાબદારી રહેતી નથી. પણ લેખકની ભૂલ માટે જવાબદારી રહે છે.મોજીસ્તાનની સફર હવે સેન્ચ્યુરી તરફ જઈ રહી છે ત્યારે એમાં થયેલી ભૂલ વિશે કોઈપણ વાંચકમિત્રે મને જણાવ્યુ નથી એટલે મારી એ ભૂલ કોઈના ધ્યાનમાં કદાચ આવી નહિ હોય !ભૂલ એ પડી છે કે આ વાર્તામાં આવતા બે રાજકીય પક્ષ ખોંગ્રેસ અને એલપીપીમાં પાત્રો બદલાઈ ગયા છે.એલપીપી પક્ષ હુકમચંદ અને ધરમશી ધંધુકિયાનો હતો જ્યારે ખોંગ્રેસમાં ચમન ચાંચપરા અને રણછોડ હતા..!! હવે એવું થયું