એક પૂનમની રાત પ્રકરણ : ૯૯ વડોદરા જીલ્લાંમાં અને શહેરમાં નવરાત્રીમાં કોઈ ખાસ તોફાન કે કંઈ છમકલું થયું નહીં. વડોદરા નિવાસીઓએ નિરાંતનો શ્વાસ લીધો હતો. જેની આ નવરાત્રીમાં ધાંધલી કરવાની ઈચ્છા હતી બધી ધૂળમાં મળી ગઈ હતી. રાજ્યસરકારે એ અંગે કમીશનર વિક્રમસિંહને ધન્યવાદ આપ્યાં હતાં. વિક્રમસિંહજીએ આભાર માની એનાં અંગે એમની ટીમનો ઉલ્લેખ કરીને કહેલું કે અમારી ટીમે સામુહીક રીતે સાચેજ પ્રસંશનીય કામ કર્યું છે. આમ વડોદરામાં વડોદરા પોલીસ માટે બધાને સન્માન થયું અને માનની નજરે જોવાં લાગ્યાં હતાં. દેવાંશનાં ઘરે ચારે કુટુંબ નવરાત્રીનાં છેલ્લાં દિવસે ભેગાં થયાં હતાં. એમાં માં ની પ્રાર્થના અને ગરબા નો ખુબ સુંદર થયાં બધાએ