ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 30

(15)
  • 3.3k
  • 1
  • 1.5k

જ્યોતિ અનુરાગને મળીને પછી જ બધી વાત કરશે તેનો મને પૂરો વિશ્વાસ હતો માટે મેં જ્યોતિને તે પદાર્થ પાણીમાં ભેળવી પીવડાવી દીધું અને તેની પાછળ એક માણસ લગાડી દીધો જેથી જો ભૂલે ચુકે જ્યોતિની તબિયત ખરાબ થતાં પહેલા તે અનુરાગને બધી હકીકત જણાવે તે પહેલા જ જ્યોતિનું કામ ખતમ કરી શકે.મારો પ્લાન જ્યોતિને મારીને બધો આરોપ સુમેરસિંહ ઉપર લાવવાનો હતો અને એજ થયું. અનુરાગે ખૂટતી કડીઓ મેળવી તે માની પણ લીધું કે આ બધા પાછળ સુમેરસિંહ જ છે.""મિલકત માટે તે આટલું બધું કર્યું, તને ખબર પણ છે તે કેટલું મોટું પાપ કર્યું. તે એક આશાથી ભરેલ માસુમ જ્યોતિને મારીને એના