ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 28

(11)
  • 3.3k
  • 1
  • 1.6k

તે ફોનમાં રહેલ એક એક પુરાવા અને માહિતી જોતા મારું મગજ જાણે સુન્ન પડી ગયું. દરેક જાણકારી બસ એક વ્યક્તિ તરફ જ ઈશારો કરી રહી હતી. આ બધા પાછળ બીજું કોઈ નહિ પણ શક્તિસિંહ હતો.જ્યોતિ અહીંથી નીકળીને સીધી વિલાસપુર નહિ પણ એના ગામ ગઈ હતી. ત્યાં તે પોતાના માતા પિતાને મળવા એના ઘરે નહિ પણ ગામમાં રહેલ શક્તિસિંહની હવેલી ગઈ હતી. તેણે ટ્રેનની ટિકિટ તો વિલાસપુરની લીધી હતી પણ વચ્ચેથીજ તે ઉતરી ગઈ હતી.એના પુરાવા રૂપે રેલ્વે સ્ટેશન ઉપરના અને શક્તિસિંહના ઘર બહાર લગાવેલ કેમેરાના ફૂટેજ તે મોબાઈલમાં હતા. એની સાથે જ્યોતિના મોબાઈલની કોલ ડીટેઇલ જોતા મને જાણવા મળ્યું કે