"રમત, વાહ રાશિ. કરે કોઈ અને ભરે કોઈ. પોતે કરેલા ગુન્હાઓનો પછેડો તે તકદીર ઉપર ઓઢાડી દીધો. શુ જ્યોતિના મૃત્યુ પાછળ તકદીરનો વાંક છે?" અનુરાગ ધારદાર નજરે રાશિ સામે તાકી રહ્યો. આંખોમાંથી વહેલા આંસુઓથી રાશિની નજર ધૂંધળી બની રહી હતી.પણ એ ધૂંધળી નજરમાંથી દેખાતા અનુરાગના મોં ઉપર પોતાના માટે રહેલ નફરત તે સારી રીતે જોઈ શકતી હતી. "નથી મારી મે જ્યોતિને, નથી મારી. તું કેમ નથી સમજતો. જ્યોતિને મે નથી મારી અનુરાગ. એક નહિ સો વાર કહુ છુ તને", ગળે બાઝેલ ડૂમો ઠાલવતી રાશિએ બને એટલી તાકાતથી અનુરાગના શર્ટને કોલરથી પકડી એને પુરે પૂરો ખંખેરી નાખ્યો. અનુરાગે રાશિની પકડ છોડાવતા,