ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 25

  • 2.7k
  • 1.5k

હા અમુક સારા લોકો હોય છે જેમકે અમારા ગામના જમીનદાર શક્તિસિંહ જેમણે જ્યોતિને ડોક્ટર બનાવવા અમને ખૂબ મદદ કરી. પણ જવાદે તું નહિ સમજે. અને હવે અમને મળી લીધુ હોય તો તું અહીંથી ચાલી જા, હું એક મા છું એટલે કહું છું કે અમારા દિલની બદદુઆ અને હાય તને લાગે તે પહેલા નીકળી જા અહીંથી." શક્તિસિંહ, આ નામ સાંભળી રાશિ અચરજ પામી. ફરી ફરીને આ માણસ કોઈને કોઈ બાબતે પોતાના જીવનમાં આવી રહ્યો છે. પહેલા નાનપણનો મિત્ર અને પછી જેની સાથે પિતાએ રાતો રાત લગ્ન નક્કી કર્યા હતા, આ એજ શક્તિસિંહ હતો, જેની યાદોથી ઘેરાઈ આ ગામમાં આવતા જ પોતાના