ચોર અને ચકોરી. - 16

(11)
  • 3.5k
  • 2.2k

.….(કેશવ ચકોરીને ફરીથી અંબાલાલ ને સોંપવા ઈચ્છતો હતો. જો અંબાલાલ સાથે સોદો પાર પડે તો. નહીતો કોઠાવાળીને વેચવાની એની તૈયારી હતી. અને આ બધુ જયારે એ સોમનાથને કહી રહ્યો હતો. ત્યારે દરવાજાની આડશે થી ચકોરીએ એ બધુ સાંભળી લીધુ હતુ.).….. હવે આગળ.......... સોમનાથ ચકોરીને બોલાવવા પોતાના ઓરડામા દાખલ થયો. ઓરડાના દરવાજાની આડશે ઉભેલી ચકોરી. કેશવની બધી વાત સાંભળી ચુકી હતી. સોમનાથને જોઈને એ કંઈક કહેવા જઈ રહી હતી. પણ સોમનાથે પોતાના હોઠ ઉપર આંગળી મૂકીને એને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. અને પછી ચકોરીની નજદીક આવીને એકદમ ધીમા સાદે બોલ્યો. "મોટાભાઈની સામે એમજ વર્તજે જાણે તે કંઈ સાંભળ્યું જ નથી. એ