કર્મોનો હિસાબ - (ભાગ ૯)

(14)
  • 3.5k
  • 1.8k

કર્મોનો હિસાબ ( ભાગ :- ૯ ) શાલીની સાથે કોઈ ખાસ વાત તો ના થઈ પણ મન ને શાલીની સામે જોવું ગમ્યું ને થોડીવાર માટે પુરુષસહજ સ્વભાવથી જોતો રહ્યો. ત્યાંથી એ ઘરે આવવા નીકળ્યો. શાલીની ક્રિશ્વીની ખાસ ફ્રેન્ડ હતી. જ્યારે પણ ક્રિશ્વી કોઈ અવઢવમાં હોય શાલીની એની પાસે પહોંચી જતી. આજે પણ એવુંજ હતું. ક્રિશ્વી ને મનનું I Love You કહેવું ગમ્યું હતું છતાં એ ઉતાવળ કરવા નહોતી માંગતી. એને ખબર હતી મન અને એ બંને પરણિત છે, છોકરાઓ પણ છે માટે જ ઉતાવળ નહોંતી કરવી. ક્રિશ્વીએ શાલીની ને આ બધુંજ કહ્યું. જે પણ હતું, જેવું પણ હતું એવુંજ કહ્યું.