નેહડો ( The heart of Gir ) - 37

(31)
  • 4.8k
  • 4
  • 2.6k

સાહેબ ગેલાની વાત સાંભળવા આતુર હતા. તે મૌન થઈ ગેલાની બોલવાની રાહે તેની સામે જોઈ બેસી રહ્યાં. સાહેબના આંગળા ટેબલ પર તાલમાં ફરી રહ્યા હતા. ગેલો કંઈક યાદ કરતો હોય તેમ ઓફિસની દિવાલે ટાંગેલા સિંહ, હરણ, દિપડાના ફોટા જોઈ રહ્યો હતો.બહારથી એક માણસ ટ્રેમાં ગ્લાસ મૂકી પાણી દેવા માટે આવ્યો. ગેલો હજી પેલા ફોટામાં જ ખોવાયેલો હતો. સાહેબે કહ્યું, "ગેલાભાઈ પાણી પીવો."ગેલાએ ગ્લાસ ઉપાડી ઊંચેથી પાણી પીધું. માલધારી હંમેશા કોઈના પણ ઘરે જાય ગ્લાસ મોઢે માંડતો નથી. સુધરેલા લોકો ઊંચેથી પાણી પીવાને શિષ્ટાચાર વિરુદ્ધ ગણતા હશે. પરંતુ માલધારી લોકો કોઈનો ગ્લાસ મોઢેથી પીને ગંદો કરતા નથી. ઘણાં માલધારી ગ્લાસ કે