તળાવના કિનારે પાણીમાં પગ બોળીને અવની બેઠી હતી. કોલકાતા શહેરની ભાગદોડ ભરી જીંદગીમાં પોતાનાં પાટે પણ સમય કાઢવો એક ચેલેન્જ બની ગયું હતું. આજે સરોવરનાં કિનારે સમીસાંજે આથમતાં સુરજના કિરણોનો આછો પ્રકાશ ચહેરા પર પડતાં પ્રકૃતિના ખોળે અવની ખુદને સમય આપી રહી હતી.આકાશ અવનીની બાજુમાં આવીને બેઠો. અવનીનો મલકતો ચહેરો જોતાં આકાશએ થોડી હળવાશ અનુભવી.પાણીમાં બોળીને રાખેલાં પગને જાણે અંદરથી કોઇ પોતાની તરફ ખેંચી રહ્યું હોય એવું અવનીને લાગ્યું. અવની ઝડપભેર પોતાનાં બન્ને પગ પાણીમાંથી બહાર કાઢી નાખ્યાં.આકાશ : " અવની અચાનક શું થયું " ?અવની : " આકાશ અંદર પાણીમાંથી કોઇએ મારો પગ ખેંચ્યો એવું લાગ્યું ".આકાશને મનમાં ફરી