"અરે કહું છું આ સવારસવારમાં નીચે ઉતરી જુનાં લેંઘો શર્ટ પહેરી શું કરો છો?" મેં કહ્યું."આપણું સ્કૂટર સાફ કરું છું. પ્લગમાં રોજ કચરો આવી જાય છે" પતિએ કહ્યું."પણ ચાલુ થયું? ચા ઠંડી થઈ જાય છે. ઓફીસનું મોડું થઈ જશે.""ના. પ્રયત્ન ચાલુ છે. રહેવા દે, ચા પછી ગરમ કરજે. આ ચાલુ નહીં થાય તો ઓફિસ કેવી રીતે જઈશ?"એમના શરીરે પરસેવો, હાથ પર કાળા ડાઘા, જુનાં શર્ટ પર ડાઘ અને.. 'ભ્રઓં..' અવાજ. પતિ વિજયી મુદ્રામાં રામ લંકા વિજય કરીને આવ્યા હોય તેમ સ્મિત કરતા ઘરમાં આવ્યા. મારે માટે આ રોજનું હતું. આ એ વખતની વાત છે જયારે બજાજ સ્કુટરની એટલી મોનોપોલી હતી