આ જનમની પેલે પાર - ૨૭

(32)
  • 4.4k
  • 2
  • 2.5k

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૨૭શિનામિએ આવીને દિયાનને સૌથી પહેલાં પૂછ્યું:'હેવાલી પાસે ગયો હતો?' 'હા, તું કહી ગઇ હતી એટલે જવું જ પડે ને? પણ મને એ ના સમજાયું કે પહેલાં તું એમ યાદ અપાવીને ગાયબ થઇ ગઇ કે હેવાલી સાથે નાતો તૂટી ગયો છે. પછી થોડી જ વારમાં પાછી આવીને કહી ગઇ હતી કે હેવાલીને મળવા જજે. મારે કંઇક જાણવું છે...તું અચૂક હેવાલીની મુલાકાત કરજે...'શિનામિએ કોઇ જવાબ આપ્યો નહીં.તે હસતી રહી.દિયાન સવારથી એ વિચારમાં હતો કે શિનામિએ મને કેમ હેવાલી પાસે મોકલ્યો હશે? શું એ મેવાન સાથેની તેની વાતો જાણવા માગે છે? શિનામિ કંઇ કહી ગઇ ન હતી એટલે હેવાલીની