એક પૂનમની રાત - પ્રકરણ-97

(96)
  • 6.4k
  • 4.1k

એક પૂનમની રાત પ્રકરણ-97 રૂબી ભંવરને પોતાનાં કુટુંબ અંગે અને ભૂતકાળ અંગે બતાવી રહી હતી. રૂબીનું કુટુંબ મધ્યમવર્ગીય અને પિતા કસ્ટમની વસ્તુઓ વેચનાર વેપારી ચંદ્રકાન્ત ભાઉનાં બ્યુટી એન્ડ ગીફ્ટનાં સ્ટોર્સમાં કામ કરતાં એમણે સુનિતા નામની મરાઠી બાઇ સાથે નજર લડી જતાં લગ્ન કરેલાં. બંન્ને સંસાર સારો ચાલી રહેલો એમની બે દિકરીઓ રૂબી અને નેન્સી એક પુત્ર જયોર્જ. બધાં છોકરાઓ પુખ્ત થઇ ગયાં હતાં. એમાંય નેન્સી નમણી અને રૂપાળી હતી ખૂબ દેખાવડી રૂબી એનાંથી થોડી ઉતરતી પણ કોઇનેય મોહી શકે એવું દેહ લાલીત્ય હતું એ થોડી બોલ્ડ અને ખૂલ્લા વિચારની હતી. જ્યોર્જ બારમાં નોકરી કરતો હતો એમાં એને પ્રેમિલા નામની બારગર્લ