વસુધા - વસુમાં - પ્રકરણ 33

(65)
  • 5.3k
  • 1
  • 3k

વસુધા પ્રકરણ-33 વસુધા માં બનવાની છે એવાં એધાંણથી ઘરનાં બધાં ખૂબ ખુશ હતાં. પુરષોત્તમભાઇ અને પાર્વતીબેનનાં ચહેરાં પર આનંદ છવાયો હતો. પાર્વતીબેને કહ્યું તમે વેવાઇને ત્યાં ફોન લગાડી આપો… હું ભાનુબેનને વધાઇ આપી દઊં. પુરષોત્તમભાઇએ ટેલીફોન લગાડી આપ્યો અને ભાનુંબહેને કહ્યું શું વાત છે વેવાણ આજે સવાર સવારમાં ફોન ? પાર્વતીબેને કહ્યું વેવાણ વાતજ એવી મીઠી છે સાંભળો વસુધાને દીવસ રહ્યાં છે એ ખુશીનાં સમાચાર પહેલાં તમનેજ આપ્યાં છે. તમારાં ઘરમાં કુળદીપક આવશે અને એમને ઘર ભર્યું ભર્યુ લાગશે. અને હાં સરલાબેનને પણ જાણ કરજો. જમાઇરાજ લેવા આવશે ત્યારે.. પાર્વતીબેનને બોલતાં બોલતાં હર્ષનાં આંસુ આવી ગયાં. ભાનુબહેને કહે પાર્વતીબેન તમે