લેખકો પુસ્તક લખે ત્યારે એ પુસ્તકની વાર્તા સાથે જીવતા હોય છે. આ એક ધ્યાન પ્રક્રિયા છે કે જેમાં લેખક વાર્તા લખતી અને જીવતી વખતે દુનિયાથી લગભગ કપાઈ જાય છે અને ત્યારે જ અદ્ભુત અને યાદગાર રહી જાય એવા પાત્રો જનમે છે. વાચક જ્યારે આ વાર્તા વાંચે ત્યારે પોતાને કોક પાત્ર સાથે જોડી પોતે વાંચતા વાંચતા વાર્તા જીવે છે. પણ જો કોઈ વાર્તા ખરેખર પોતાના જીવતા પાત્રો શોધે તો? રક્તબીજની વાર્તા એક લેખીકાની વાત છે કે જેને મારી નાંખવાનો પ્લાન ઘડવામાં આવે છે. શું? એક લેખીકાને મારી નાંખવાનો પ્લાન? એ પણ એની વાર્તાઓ અને પાત્રો માટે? આ ઘટના અજુગતી છે પણ