પરિતા - ભાગ - 11

  • 3.4k
  • 1.8k

પરિતાએ પહેલાં તો પોતાનું મનોબળ એવું મજબૂત કરી લેવાનું નક્કી કર્યું કે સાસુ - સસરા કે સમર્થનાં સારાં કે નરસા વિચારો, સુટેવો કે કુટેવો, ગમતી વાતો કે અણગમતી વાતો, વગેરેની અસર પોતાનાં મન પર ન થાય. એ માટે એણે રોજ સવારે યોગ કરવાનું શરૂ કર્યું. એણે પોતાનું બધું જ ધ્યાન દીપનાં ઉછેર માટે અને એને યોગ્ય શિક્ષણ મળી રહે એ માટે જ બસ કેન્દ્રિત કરી રાખ્યું હતું. ઘરમાં બધાંને સહન કરવા એનાં માટે સરળ તો નહોતું જ ને એટલે જ એને પોતાની જાતને એવી એક પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખવી હતી કે એનું મન બીજે વળી જાય.એવું નહોતું કે સમર્થ અને એનાં