સાંજનું શાણપણ - 4

  • 3.7k
  • 1.6k

● પ્રેમ અતરની સુગંધ જેવો હોય છે, સાચવવો પડે.. જરાક સંજોગોને તાપ લાગે તરત ઉડી જાય.. -ચાંદની અગ્રાવત ● જે સબંધમાં પ્રેમ નિતરતી આંખમાં ખાલીપો અંજાઈ જાય એ સબંધનો અંત નિશ્ર્ચિત છે.-ચાંદની અગ્રાવત ● કોઈ પણ સબંધની ઈમારત ગમે તેટલી સુંદર કેમ ન હોય ,જો એના પાયામાં કોઈનું સ્વાભિમાન છે .તો ચોક્કસ ધરાસઈ થઈ જશે.-ચાંદની અગ્રાવત ● સપના તોડવાની કોઈ સજા હોત તો અદાલતમાં ગુનેગારોની કતાર લાગત .-ચાંદની અગ્રાવત ● સફળ લગ્નજીવન એ સુખદ અકસ્માત છે ..જ્યાં બધી પરિસ્થિતિઓ અનુકુળ હોય..-ચાંદની અગ્રાવત ● જો તમે તમારા પ્રિયજનની આંખમાં સન્માન ગુમાવી દીધું તો દુનિયાનાં હજારો સન્માન નકામા.-ચાંદની અગ્રાવત ●લાગણીઓ પાણી જેવી