પદમાર્જુન - ( ભાગ - ૧૯ )

  • 2.6k
  • 1
  • 1.3k

રાજા વિરાટનાં કક્ષમાં શોર્યસિંહ, વિરાટ, સુકુમાર, દુષ્યંત, યુયૂત્સુ, અર્જુન અને વિસ્મય નક્ષ અને લક્ષની રાહ જોઇને ઊભાં હતા.બધા રાજકુમારો શું વાત હશે એ જાણવા માટે ઉત્સુક હતાં. વિરાટનાં કક્ષમાંથી નીચેનો બગીચો સરસ દેખાતો હતો. ત્યાં રાજકુમારી વૈદેહી,રાજકુમારી વેદાંગી, આર્યા અને પદ્મિની બેઠાં હતાં.થોડાં સમય બાદ લક્ષ અને નક્ષ ત્યાં આવ્યાં.“પ્રણીપાત.”તેઓએ કહ્યું.“કલ્યાણ હો.”“પુત્રો કાલે રાજસભામાં બધા પ્રજાજનો સમક્ષ વાત રજુ કરું એ પહેલાં મારે તમને બધાને એક મહત્વપૂર્ણ વાત જણાવવી છે.”વિરાટે કહ્યું.તેઓની વાત સાંભળીને બધા રાજકુમારોએ તેમની સામે ઉત્સુકતાથી જોયું.“પુત્ર દુષ્યંત, હવે તારું શિક્ષણ પણ પૂરું થઇ ગયું છે અને તને રાજનીતિ વિશે પણ સારી એવી માહિતી છે.માટે અમે એટલે કે