નેહડો ( The heart of Gir ) - 35

(28)
  • 4.6k
  • 3
  • 2.6k

કેટલાય દિવસોથી રેગિસ્તાનનું સૂકુ રણ બની ગયેલો ગેલો આજે અચાનક આખો અહાડ શ્રાવણના વરહેલા ભરચક વરસાદથી ધરાઈને લીલુંછમ થઈ ગયેલા ગીરનાં જંગલ જેવો હરિયાળો થઈ ગયો હતો. કેટલાય દિવસોનો ભૂખ્યો ડાલામથ્થો સાવજ જેમ કોઈ હરણીને ઝાલી લે અને નાજુક હરણીને બચવાનો કોઇ રસ્તો ના હોય અને હરણી જેમ ડાલામથ્થા હાવજને સમર્પિત થઈ જાય તેમ રાજી ગેલાને સમર્પિત થઈ ગઈ. એટલામાં નેહડાની વાડની નજીક કંઈક અવાજ આવતા રાજી સફાળી બેઠી થઈ ગઈ." ઉભા થાવની જરાક બત્તી કરી બાયણે જોયા વો. દીપડો નહિ પૂગ્યો ની? ઈનું ધેન આજ આણીકોર્ય જ હહે." ગેલાએ પરાણે ખાટલામાં બેઠા થઈ આળસ મરડી, "દીપડો ય બસારો હૂ