મૂંગો મૂંઝારો

  • 3.5k
  • 1.3k

મનનો મૂંગો મૂંઝારો કોને કહી સંભળાવું, મધદરિયે ડોલે છે નાવ,તમારાં વિના કેમ કરી સંભાળું... "પપ્પા, સોરી. ભૂલથી તમારાં રેડિયો પર પાણી ઢોળાઈ ગયું." મારું ધ્યાન છાપામાંથી હટીને મારી દીકરી પર ગયું. તે હાથમાં રેડિયો લઈને ઊભી હતી. એ રેડિયો પર પડેલાં પાણીનાં ટીંપામાં મને મારો ભૂતકાળ રચાતો દેખાયો. ***"ઓ ભાઈ, તમારી બોટલમાંથી પાણી ટપકે છે. ઢાંકણું સરખું બંધ કરો."મેં મારી બાજુમાં બેસેલા ભાઈનું ધ્યાન તેનાં બેગમાં રહેલી અર્ધખુલ્લી પાણીની બોટલ તરફ દોર્યું. તે ભાઈ 'માફ કરો, માફ કરો' કરતા કરતા ઢાંકણું સરખું બંધ કરી ફરીથી બાજુમાં બેસેલા વ્યક્તિ સાથે વાતુ એ ચડયા. અલબત્ત, મને એ ટપકી રહેલાં પાણીની ચિંતા નહોતી