પ્રેમ ક્ષિતિજ - ભાગ -૧૫

(17)
  • 3k
  • 2.1k

કાકાને મંડળી તરફ જતાની સાથે ભાર્ગવ અને મયુર દોડતાંની સાથે પ્રયાગ અને શ્રેણિક જોડે આવી ગયા, " હાશ! કાકા વયા ગયા!"- મયુરે હાશકારો લેતાં કહ્યું. બધા એ આ વાક્યની સાથે જ પાછળ જોયું ને મહેશકાકા નહોતા, " ઇ શીદ ગયા?"- પ્રયાગ બોલ્યો. " મંડળી જવું કહીને જતાં રહ્યા, કે શ્યામા અને કુમારને વાત કરવી હોય તો.." ભાર્ગવે આંખ મારતાં કહ્યું. " હા તો એવું નથી લાગતું કે આપણે પણ આઘા જતાં રહેવુ જોઈએ!"- પ્રયાગ શ્રેણિક સામે જોતાં બોલ્યો. " ડોન્ટ વરી...આઇ વિલ મેનેજ!"- શ્રેણિક બોલ્યો. " શું મેનેજ? છોકરી જોવા આવ્યો ને એમ જ જતું રહેવાનું? ભેગમાં શું પૂછીશ?"- નયને