પ્રેમ ક્ષિતિજ - ભાગ -૧૧

(18)
  • 3.9k
  • 2.2k

મહેશભાઈએ ગૌરીભાભીને નાસ્તાનું કહ્યું, એ વખતે નયનનું ધ્યાન ભલે ગાંઠિયામાં હોય પરંતુ શ્રેણીકનું ધ્યાન તો વાત વાતમાં છોકરીને જોવા માટે આતુર હતુ, જે હેતુથી એ આવ્યો હોઇ એ માટે આતુરતા હોવી માનવ સહજ છે, એની આંખો ઘરની અંદર નજર કરી રહી હતી કે કોણ છે શ્યામા? એનું મન એ પણ ધારતું હતું કે કાશ એ છોકરી સામે મળેલ પેલી સુંદરી જ હોય જેણે એને ઘાયલ કરી દીધો હતો. એને મનોમન નક્કી જ કરી લીધું હતું કે એને તો એ અણિયાળી આંખોમાં જ ગમે છે અને એની જોડે જ એકરાર કરવો છે! પરંતુ અહી શ્યામાને જોવા માટે આવેલો માટે એને જોવી