પ્રેમ ક્ષિતિજ - ભાગ -૯

(20)
  • 3.6k
  • 2
  • 2.3k

દાદાના સવાલ સાથે માયાના મનમાં આવેલો સવાલ બધા સમક્ષ ઉભરી આવ્યો, બધાને ખબર પડી કે તેઓ ગામમાં આવી ગયા છે છતાંય હજી ઘરે નથી આવ્યા તો બધાનાં મનમાં વિચારોના વમળ અને જોડે જોડે વિચાર વિમર્શ થવા માંડ્યા અહી નયને મારેલું લેફટ અને રાઇટનો લોચો એમને ગોથે ચડાવી ગયો. ચોરે બેસેલા બાપુએ એમને રસ્તો ચીંધ્યો હતો કે ડાબી બાજુથી પાંચમું મકાન પરંતુ ભાઈ નયને આંખનું કાજલ ગાલે ઘસ્યું. એણે જમણી બાજુ વળવા ડ્રાઈવરનો કહ્યું ને ડ્રાઈવરે એના કહ્યા મુજબ જમણી બાજુ ગાડીનું ગવન્ડર ફેરવી લીધું, ને ત્યાંથી કોઈ મકાન તો શું કોઈ ઝૂંપડીએ ના મળી, બધી સરકારી કચેરી, ડેરી અને સવારમાં