જીપ ઘર આગળ આવીને થંભી, એના અવાજની સાથે જ ઘરના બધા બહાર એવી ગયા, એમનાં મનમાં રહેલી ચિંતા જે ઘર કરીને બેઠી હતી એ શ્યામાને જોવા માટેની હતી, આમ કઈ પણ કહ્યા વગર ઘરેથી જુવાનજોધ દીકરી એના માંગાના દિવસે રફુચક્કર થઈ જાય તો ચિંતા થાય એ સહજ છે. ભાઈઓ ભેગી એને જોતાં જ બધાંને ટાઢક વળી, સૌના મોઢાં પર જાણે વરસાદ આવ્યો હોય એવી ખુશાલી છવાઈ ગઈ ને જોડે થોડો ગુસ્સો પણ! થોડો નહિ પરંતુ ઘણો બધો... દાદાનો ગુસ્સો તો અત્યારે સાતમે આસમાને હતો એવું જણાઈ રહ્યું હતું, કોઈ દિવસ શ્યામાને એક પણ શબ્દ વઢે નહિ એવા દાદા આજે ગરમ