પ્રેમ ક્ષિતિજ - ભાગ-૭

(19)
  • 3.7k
  • 2.4k

"ઓય શ્યામા દીદી! ઊભા રહો..." જીપમાં બેઠેલા પ્રયાગે શ્યામાને બૂમ પાડી. પ્રાયાગનો અવાજ સાંભળતાં જ શ્યામાના કાન સરવા થઈ ગયા, એને ઘરની પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો, એ જે હાલતમાં ઘરમાં કોઈને કહ્યા વગર જ આવી રીતે નદીના ઘાટે કોઈને બચાવવા દોડી આવી અને તેનાથી ઘરમાં શી પરિસ્થિતિ સર્જાઈ હશે એનો અણસાર એને મનોમન થકી અંતરમનમાં એક ઝાટકે આવી ગયો. શ્યામાના છમછમ કરતાં પગને અચાનક બ્રેક વાગી, એની જોડે એની સખી પણ ઉભી રહી ગઈ, નદીની ભેખડ કોતરીને આવી રહેલી જીપ અને એની પાછળ ઉડતી ધૂળની ડમરી જાણે એને પકડવા માટે હરીફાઈમાં ઉતરી હોય એમ લાગી રહ્યું હતું, પ્રયાગના માત્ર અવાજથી