ગતાંકથી ચાલુ.....ગઈકાલે વનિતાને એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો. હાય,,,, તું કેમ છે? મેસેજ વાંચતાની સાથેજ એનું મૃત હૈયું ફરી ધબકવા લાગ્યું.નંબર ભલે અજાણ્યો હતો,પણ તેના શબ્દો ખૂબ જાણીતા હતા.આનંદ કહો,આશ્ચર્ય કહો કે આવેગ કહો,પણ વનિતાનો હાથ રીપ્લાય આપવા માટે થનગની રહ્યો હતો.શબ્દ,અક્ષર અને અવાજથી જેને એ સંપૂર્ણ જાણતી હતી,તેની સાથે થોડીક મજાક કરવાની ઈચ્છા થઇ ગઈ.રીપ્લાયમાં એણે લખી મોકલ્યું કે,'માફ કરજો,ઓળખાણ ના પડી?'તો બીજી તરફથી મેસેજ લખાવવાનું શરૂ થઈ ગયુ.વનિતાના મોબાઇલની સ્ક્રીન પર ટાઈપિંગ ટાઈપિંગ બતાવી રહ્યું હતું.તેના પૂછાયેલા સવાલનો શો જવાબ આવશે એ વિચારીને એનું હૈયું પૂરજોશમાં ધબકી રહ્યું હતું.ત્યાંજ મેસેજ આવ્યો,'મારી ઓળખાણ જાણવી હોય તો તું તારી