આખી રાત જાગવા છતાં વનિતાના ચહેરા પર થાક વર્તાતો નહોતો. થાક ન વર્તવાનું કારણ મનગમતું હતું.પથારીમાં પડ્યા પડ્યા એ વિચારતી કે ક્યારે સવાર પડે અને મારો સોનાનો સુરજ ઊગે. પોતે વિચારોના વમળમાં ઘેરાયેલી હતી તે જ સમયે સોસાયટીમાં આવેલા મંદિરમાં આરતીની શરૂઆત થઈ.આરતીની શરૂઆતથી શરૂ થયેલો દિવસ ખરેખર ખૂબજ શુભ જશે,એવું વિચારીને એ પલંગ પર થી ઉભી થઇ. વનિતાએ નહાવા જતા પહેલા પોતાના વોડૅરોબ પર એક નજર નાખી લીધી.આજે શું પહેરવું એની પસંદગી કરવાનો કોઈ સવાલ જ નહોતો.અનેક રંગોની સાડીઓથી ભરેલા વોર્ડરોબમાંથી વનિતાએ પીળા રંગની બનારસી સાડી કાઢી લીધી.કારણ કે પીળો રંગ પ્રેમનો હતો.આજથી વીસ વર્ષ પહેલાં જ્યારે વનિતાએ જિંદગીમાં