ચક્રવ્યુહ... - 40

(73)
  • 5.7k
  • 4
  • 3.4k

પ્રક્રરણ-૪૦ તે આખો દિવસ રોહન અને કાશ્મીરા સાથે રહ્યા. સાથે જમ્યા, લોંગ ડ્રાઇવ પર ગયા. બન્નેએ પોતાને ગમતી વાતો ન ગમતી વાતો બધુ એકબીજા સાથે શેર કર્યુ. “રોહન, તને એક વાત પુછું?” “હા પુછો ને મેડમ.”   “એક તો આ બધી વાતમાં મેડમ શબ્દ લગાવવાનું છોડી દે. મને હજુ પણ એમ જ થાય છે કે એક બોસ અને એમ્પ્લોઇ વાત કરી રહ્યા હોય.” આ સાંભળી રોહન હસી પડ્યો. “તને હસવુ આવે છે અને અહી આઇ એમ નોટ ફીલીંગ ગુડ સો પ્લીઝ આજથી મેડમ કહેવાનુ બંધ.”   “તો શું ઓફિસમાં પણ જાનુ કહીને બોલાવું?” રોહને કાશ્મીરા સામે જોઇ આંખ મીચકારી.