ચક્રવ્યુહ... - 34

(70)
  • 5.5k
  • 6
  • 3.5k

( ૩૪ ) આજે ઇશાનના મૃત્યુને એક મહિનો થઇ ગયો હતો જેથી તેના મૃત્યુ પાછળ આજે બ્રહ્મ ભોજનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સુરેશ ખન્ના તો ઇશાનના મૃત્યુના શોકમાંથી સંપૂર્ણપણે બહાર આવ્યા ન હતા. રોજ થોડા સમય પૂરતા ઓફિસ જઇ આવતા બાકી ઘરે જ રહેતા. બીજી બાજુ જયવંતીબેન તો સંપૂર્ણ રીતે અસ્વસ્થ જ હતા. આમ પણ તેને અનિદ્રાની તકલિફ હતી ઉપરથી આવડૉ મોટૉ આઘાત લાગતા તેની તકલિફ વધી ગઇ હતી. રાત્રે પણ અચાનક ઊંઘમાંથી ઉઠીને ઇશાનના નામની બૂમો પાડતા ઘરમાં ગાંડાની જેમ ફરવા લાગતા. જયવંતીબેનને ઇશાનની યાદમાંથી બહાર લાવવા માટે જ કાશ્મીરાએ ઇશાનનો એક પણ ફોટો ઘરમાં લગાવ્યો ન હતો. ઇશાનના