૨૪. છેલ્લી સવારી, શમણાંનાં ઝરૂખેથી.. ... ક્રોધની અગ્નિમાં ઉઠેલી જવાળાઓ અને પછી શોકનાં માહોલમાં જાણે ભડભડ થઈને સાવ ચૂપ થયેલી એ ઘરની દીવાલો બેબાકળા, વિહવળ, ચિંતાતુર અને સુખની લાલસાથી તડપતા બિચારા જીવોનો વિલાપ જોતી ઉભી'તી! કુટુંબજીવનનો સ્વાદ માણવા મથી રહેલા નમ્રતાના શમણાં જાણે ચૂરેચૂરા થઈ ભોંય પર પટકાઈને પડ્યાં'તા! વહુનાં વહેતાં વહેણને અકારણ વાળવામાં પોતીકાના કપાળે પડેલા ઘા જન્મદાત્રીનાં હૃદયમાં શૂળની જેમ ભોંકાઈ રહ્યા હતાં. દિલનાં અરમાનો અને સ્વામાનને નેવે મૂકી કુટુંબના સંગીતને માણવા નમ્રતાએ કરેલી સાત મહિનાની મહેનત પર એક ઘટનાએ પાણી ફેરવી અહમ અને તિરસ્કારની આગનાં તણખા સાસુનાં વ્યવહારમાં ઝરતા કરી દીધાં હતાં. સુહાસના કપાળ પર લાગેલા ઘા