નેહડો ( The heart of Gir ) - 34

(31)
  • 4.2k
  • 3
  • 2.5k

ભેંસ નવજાત પાડરુંને ચાટીને તેના પર પ્રેમ વરસાવી રહી હતી.તાજુ જન્મેલું પાડરું હજી ગોટો વળીને બેઠું હતું. જીણીમા ચૂલે ચડાવેલી બાજરાની ઘૂઘરી (બાફેલો બાજરો) એક તગારામાં કાઢીને ઠારી રહ્યાં હતા. ભેંસ કે ગાય વિહાય પછી તેને ગરમ પાણી વડે ઝારવી(ધોવી)પડે. જેથી તેનો થાક ઉતરી જાય છે. રાજી ચૂલાનાં ભાઠે એક મોટું તપેલું ચડાવી પાણી ગરમ મૂકી રહી હતી. કનો નાનકડા પાડરુંને પપલાવતો(રમાડતો) હતો. રામુઆપા ભેંસની નીચેથી પાવડા વડે પોદળા ઢસડીને સાફ કરતા હતા.આખું ઘર ભેંસની સેવા ચાકરીમાં લાગી ગયું હતું.સોલાર લેમ્પનું આછું અંજવાળું ચાંદાના અજવાળા જેવું શોભી રહ્યું હતું. "આપા હીવે તમી હૂય જાવ. હું જાગું સૂ. ભેંહને ઝર(પશુ વીહાય