એક પૂનમની રાત - પ્રકરણ-94

(125)
  • 6.7k
  • 4
  • 4.2k

એક પૂનમની રાત પ્રકરણ-94 રૂબી વંદનાને બધી ગીફ્ટ બતાવી રહી હતી. સાથે મીલીંદ જોઇ ખૂબ ખુશ થયો. ત્યાં યશોદાબહેનનાં પગરવ થયાં એમણે આ લોકો બેઠાં હતાં એ રૂમ તરફ નજર કરી વંદનાની નજર માં પર પડી અને એ ઉભી થઇ યશોદાબહેન પાસે ગઇ. યશોદાબહેને કહ્યું મારી સાથે આવ મારે કામ છે. એમ કહી વંદનાને પોતાનાં રૂમમાં લઇ ગયાં. ભંવરસિહ કોઇ સાથે ફોનમાં વ્યસ્ત હતાં. રૂબીએ જોયું યશોધાબહેન વંદનાને બોલાવી ગયાં. મીલીંદ એની ગીફ્ટ બધી લઇને પોતાનાં રૂમાં જતો રહ્યો. રૂબી મનમાં સમસમી ગઇ એને ખૂબ ગુસ્સો આવ્યો એણે ભંવરને ફોન કર્યો પણ બીઝી આવતો હતો. એની આંખો ગુસ્સાથી લાલ થઇ