વસુધા - વસુમાં - પ્રકરણ ૩૧

(61)
  • 5.7k
  • 1
  • 3.3k

વસુધા પ્રકરણ - ૩૧ મહાદેવનાં દર્શન કરી પીતાંબર અને વસુધા ગર્ભગૃહમાંથી પ્રસાદ લઈને બહાર નિકળ્યાં. પાર્વતીબેન - દિવાળીફોઈ બહાર બેઠાં બેઠાં માળા કરતાં હતાં. દુષ્યંત ઉભો ઉભો નદી તરફ હોડીઓ જોઈ રહેલો. દિવાળીફોઈએ કહ્યું તમે લોકો બધે ફરી આવો અમે અહીં બેઠાં છીએ તમે પાછાં આવો એટલે ઘરે જવા માટે નીકળી જઈશું. વસુધાએ કહ્યું ભલે અને દુષ્યંતને બોલાવી સાથે કરી લીધો. ત્રણે જણાં મેળાની મેદની વટાવીને નદીકાંઠા તરફ જઇ રહેલાં. રસ્તામાં નાની નાની હંગામી દુકાનો બધું વેચવા ગોઠવાયેલી હતી ઘણાં પાથરણાં પાથરીને બધી વસ્તુઓ વેચવા બેઠેલાં, ફળફળાદી, રમકડાં, આંબલી, બોર, સૂકા બોર, જામફળ, કાકડી બધું વેચાતું હતું ક્યાંક રમકડાં, ક્યાંક