૨જી રિસેસ

  • 4.6k
  • 1.4k

આજે કેટલા વર્ષો પછી અમે ત્રણેય શહેરમાંથી ગામડે આવ્યાં....હું, મારી બાળપણની યાદો અને એ નાસ્તાનો ડબ્બો. બારમાં ધોરણ સુધી મારા ગામમાં જ ભણ્યા પછી હું એવો તે શહેરમાં ઘુસ્યો તે ગામનો ટહુકો સાંભળી જ ના શક્યો. પણ સાચું કહું ને તો, ગામ મને બહુ યાદ આવતું હતું હ અને ખાસ તો મારી શાળા મને બહુ યાદ આવતી. આજે મારો ટાબરિયો શાળાનું પ્રથમ પગથીયું ભરવા જઇ રહ્યો હતો ત્યારે હું તૂટી પડ્યો....જો જો હ, મારું નાનું છોરું ઘર છોડીને શાળાએ જઇ રહ્યું હતું એટલે નહીં. એ વિરહ કરવા તો એની મા બેઠી હતી ને!!....હું તો મારા બાળપણમાં ઘુસી ગયો....મારી શાળા મને