એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૩૬

  • 4k
  • 1.9k

દેવ ભાગતો ભાગતો લાઈબ્રેરી આગળ પહોંચ્યો જ્યાં નિત્યા કાનમાં ઇઅરફોન લગાવી,આંખો બંધ કરી અને આકાશ તરફ મોઢું રાખીને બેસી હતી. "મને ખબર કે તને કઈ વાતની એન્ઝાઈટી છે"દેવે નિત્યા પાસે આવીને કહ્યું.કારણ કે દેવને ખબર ન હતી કે નિત્યાના કાનમાં ઇઅરફોન લગાવેલા હતા. નિત્યાએ કોઈ જવાબ ના આપ્યો તેથી દેવે ફરીથી કહ્યું,"ઓય,સાંભળને!....બહેરી થઈ ગઈ છે કે શું" નિત્યાએ આંખો ખોલી તો એણે દેવનો પડછાયો દેખાયો તેથી એ પાછળ ફરી અને દેવને સીધો જ પ્રશ્ન કર્યો,"તે રજા માટે લિવ એપ્લિકેશન કેમ નથી આપી હજી સુધી?,તને ખબર છે ને કે આપણી કોલેજમાં લિવ માટે એક મહિના પહેલા એપ્લાય કરવું પડે છે" "શેની