જજ્બાત નો જુગાર - 28

(11)
  • 2.5k
  • 1.1k

પ્રકરણ ૨૮ કલ્પનાની શ્વાસની ગતિ એટલી બધી વધી ગઈ કે તેને પાણીના માટલા તરફ ઝડપથી દોડી પાણીનો આખો ગ્લાસ ગટગટાવી ગઈ. એટલાંમાં રીંગ પૂરી થઈ ગઈ. ફરીથી એ જ નંબર પરથી કોલ આવ્યો. આ વખતે ઉંડો શ્વાસ લઈ મન અને મગજ બંનેને શાંત રાખી રીંગ વાગવા દીધી. જેવી રીંગ પૂરી થઈ તુરંત જ વિરાજને કોલ કર્યો ને કહ્યું આ બોસ કોણ છે હેં, મારે એની સાથે વાત નથી કરવી ને એ ઘડીકેન ઘડીકે ફોન કરે છે. હજુ કહું છું જે વાત હોય તે મને કહો નહીં તો હું તેમને તમારો નંબર આપી દઉં છું. 'હાલ્લો સાંભળ હું સીટીની બહાર છું