સફેદ કોબ્રા - ભાગ 15

(29)
  • 3.8k
  • 3
  • 2.3k

સફેદ કોબ્રા ભાગ-૧૫ ભોંયરાનો દરવાજો રાજવીરે એના મનમાં ઊભા થયેલા પ્રશ્નો મેજર ધનરાજ પંડિતને પૂછવા તત્પર હતો. “મારા નાગપુરનાં ઘરનું સરનામું તમને કઈ રીતે મળ્યું?” રાજવીરે પહેલો સવાલ પૂછ્યો હતો. “મારા દીકરા સોહમનાં મુત્યુ બાદ મેં ડ્રગ્સ માફિયા જોડે બદલો લેવાનું નક્કી કર્યું. તપાસ કરતાં મને એ પણ ખબર પડી હતી કે, હોટલ સનરાઈઝ જે બાંદ્રા ખાતે આવેલ છે. એ જ ડ્રગ્સ હોટલમાંથી આખા મુંબઈમાં સપ્લાય થાય છે. હું હોટલ સનરાઈઝમાં ચાલતાં ડ્રગ્સના કારોબારને બંધ કરાવી દેવા ઈચ્છતો હતો કારણકે આ હોત્લ્માંનથી સપ્લાય થતાં ડ્રગ્સના કારણે મારા દીકરા સોહામણો જાન ગયો હતો. પરંતુ એ કામમાટે મારે પોલીસની મદદની જરૂર હતી.