સફેદ કોબ્રા - ભાગ 14

(34)
  • 4.3k
  • 2
  • 2.4k

સફેદ કોબ્રા ભાગ-14 આખરી માંગણી મેજર ધનરાજ પંડિત રાજવીરે કહેલી એના ઘરમાં છુપાઇને રહેવાની વાત ઉપર વિચાર કરી રહ્યા હતા. મુંબઈની પોલીસ જે રીતે રમ્યા મૂર્તિના ખૂન માટે એમની શોધખોળ કરી રહી હતી એ રીતે એમની પોલીસમાં પકડાઇ જવાની શક્યતા વધી ગઇ હતી. આવા સંજોગોમાં પોતાની અને પોતાની પત્નીની સલામતી માટે હવે શું કરવું એનો રસ્તો એ વિચારી રહ્યા હતાં. મેજર ધનરાજ પંડિત માટે આવા વિપરીત સંજોગો એ કોઇ નવાઇની વાત ન હતી. કારગીલના યુદ્ધમાં આના કરતા હજાર ગણા વિપરિત સંજોગોમાં પણ દેશને જીતાડવાનો એમને અનુભવ હતો. “તમે શું વિચાર કરી રહ્યા છો?” રાજવી પંડિતે પતિને પૂછ્યું હતું. “હું વિચારી