સફેદ કોબ્રા ભાગ-11 અબ તુમ્હારે હવાલે વતન સાથિયો “જેનીફર તું જમવાનું બહુ સરસ બનાવે છે.” ધનરાજ પંડિતે જેનીફરની રસોઈના વખાણ કરતાં કહ્યું હતું. “થેન્ક્યુ સર, પરંતુ મારે તમને એક વાત કહેવી છે. જો તમે હા પાડો તો હું સવાર-સાંજ નીચે પ્રાર્થના કરવા જઉં ત્યારે અમે ત્રણે જણ નીચે બેસીને જ ભોજન કરી લઈએ તો તમને કોઈ વાંધો તો નથી ને?” જેનીફરે થોડી આજીજી સાથે પૂછ્યું હતું. ધનરાજ પંડિતે થોડું વિચાર્યું અને પછી જેનીફરને હા પાડી હતી કારણકે નીચે ભોંયરામાં બેસીને એ લોકો ભોજન લે એ વાતમાં ધનરાજને કોઇ નુકસાન દેખાતું ન હતું. જેનીફરની વાત સાંભળી રાજવીને એની આ વાત ગળે