પોતાનાં વિચારને અમલમાં મૂકવા માટે પદ્મિની ચોરીછુપીથી પાછળનાં ભાગેથી આશ્રમમાં પ્રવેશી.બગીચામાં જઇ થોડે દુરનાં ઘટ્ટ વૃક્ષની પાછળ સંતાઈ ગઈ.બાજુનાં વનસ્પતિમાંથી ભરાવદાર ડાળખીઓ તોડી પોતાની ફરતે ગોઠવી દીધી.એ વૃક્ષની થોડે આગળ પોતાની પાસે રહેલ ગુલાબનાં છોડમાંથી નાની-નાની કાંટાળી ડાળખીઓ કાઢી રાખી દીધી.જેથી કરીને કોઇ સૈનિક પોતાની તરફ આવે તો અંધારાનાં કારણે કાંટાળી ડાળખી પર તેનો પગ પડે અને તેની ચીસથી પદ્મિનીની ઊંઘ ઊડી જાય. પોતાની આસપાસ એક ઔષધિ છાંટી દીધી જેની સુવાસથી જીવજંતુઓ તેનાથી દૂર રહે.બધું સુનિશ્ચિત કર્યા બાદ તે આશ્રમનાં બગીચામાં સુઈ ગઈ. હવે આગળ : અડધી રાત્રી પુરી થવાં આવી હતી. અચાનક અવાજનાં કારણે પદ્મિનીની ઉંઘ ઉડી ગઇ. તેણે