એ છેલ્લી રાત

  • 4.2k
  • 3
  • 1.6k

ન જાણ્યું જાનકી નાથે, કે સવારે શું થવાનું છે.ઉપરોક્ત પંક્તિ વાંચતા જેટલી સરળ છે, એની પાછળનો મર્મ એટલોજ અઘરો છે. ભગવાન પોતે ભગવાન થઈ ને વિધિના વિધાન ટાળી નથી શક્યા, તો આપણે તો એ પ્રભુના પગની ધુળ માત્ર પણ નથી. હા એ ભગવાનનાં સંદેશ વાહક ખરા હો. ભગવાન આપણી કસોટી લઈ રહ્યા હોય એવા સંજોગો સર્જાતા હોય છે. ને આપણે મક્કમતાથી એ પરીક્ષાઓ પાર પાડવાની હોય છે. એવીજ એક અઘરી પરીક્ષા મેં પણ આપી છે, ને આજ એનું જ પરિણામ હું ભોગવી રહી છું.એક એવી રાત જેણે મારી જીંદગી જ બદલી નાખી. એ કાળમુખી રાત હું કોઈ દી નહિ ભૂલી