શ્રી મેલડી માતાજીની પ્રાગટય કથા - શ્રી મેલડી માતાજીની ઘણી લોકકથાઓ છે એ પ્રમાણે તેની ઉત્પત્તિની પણ અલગ-અલગ કથાઓ જોવા મળે છે. જયારે શ્રી મેલડી માતાજી પ્રગટ થયા ત્યારે તેમનું કોઇ નામ ન હતું. ત્યારે તેઓ નનામી નામથી જાણીતા હતા. ઘણા વર્ષો પહેલાની વાત આ વાત છે. જયારે દાનવો દ્વારા દેવોની અપાર પૂજા અને ભક્તિ તેમજ તપ કરીને ભગવાન જોડે વરદાન મેળવી બહુ શક્તિશાળી બની જતા અને દેવતાઓને પરેશાન કરી દેતા. તે સમયે દેવતાઓએ મા આદ્યશક્તિ સામે વિનંતી કરેલ કે, આ દુષ્ટ રાક્ષસોથી અમારી રક્ષા કરો. તમારા વગર અમારો કોઇ ઉધ્ધાર નથી. જગતમાં તમારાથી મોટું કોઇ જ નથી. આથી રાક્ષસોનો