પ્રેમ - નફરત - ૨૪

(41)
  • 6.2k
  • 2
  • 4.2k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૪આરવ આશ્ચર્યથી શૈલી સામે જ જોઇ રહ્યો હતો. તે આંખો નચાવતાં બોલી:'આમ એકટક જોયા ના કરો..ક્યાંક પ્રેમ થઇ જશે!''હં...' આરવને શું બોલવું એ જ સમજાયું નહીં.'આરવ, અસલમાં હું બીજા છોકરાને પ્રેમ કરું છું. તારી સાથે લગ્ન કરવાનો સવાલ જ નથી. મારા પરિવાર માટે એક ભ્રમ ઊભો કરી રહી હતી. આપણી પહેલી મુલાકાત થવાની હતી ત્યારે મારી મમ્મીએ ભારપૂર્વક કહ્યું હતું કે આ છોકરાને ના પાડવાની મૂર્ખામી કરતી નહીં. સુંદર અને સુશીલ છે. અમારી તો અત્યારથી જ હા છે. તારા પપ્પાને પણ છોકરો બહુ ગમ્યો છે. મારો પરિવાર ખૂબ ખુશ હતો. આપણે તો નક્કી કરી