જીવન સાથી - 38

(39)
  • 5.5k
  • 2
  • 3.7k

બીજે દિવસે સવારે આન્યા ઉઠી એટલે તેને તરત જ યાદ આવ્યું કે, ઑહ આજે તો અશ્વલ આવવાનો છે મને મળવા..!! દરરોજ કરતાં તે જરા બરાબર જ તૈયાર થઈ. આજે પેન્ટ ટી શર્ટ ને અલવિદા આપી તેણે પોતાનો લાઈટ પીંક કલરનો ડ્રેસ પહેર્યો અને મીરર સામે ઉભી રહી પોતાની જાતને જોવા લાગી અને તેને પોતાને તે ગમવા લાગી અને મનમાં ને મનમાં વિચારવા લાગી કે, " ભગવાને મને કેટલી બધી બ્યુટીફુલ બનાવી છે..!! દરરોજ કરતાં આજે તે પોતાની જાતને જાણે નીરખી રહી હતી અને વધુ પસંદ કરી રહી હતી. તેને પણ થોડી નવાઈ લાગી કે હું આજે આમ તૈયાર કેમ થઈ