મોજીસ્તાન - 81

(18)
  • 3.2k
  • 1.4k

હબાએ આજ ઘણા દિવસ પછી દુકાન ખોલી હતી.પોચા સાહેબે એને ભૂત બનીને લોકોને ડરાવવાની નોકરી આપવાની વાત કરી ત્યારે પહેલા તો એ ખુદ ડરી ગયેલો. કારણ કે જો પકડાઈ જવાય તો લોકો મારી મારીને ટાંટિયા ભાંગી નાખે એવું આ કામ હતું.પણ પછી પોચા સાહેબે આખો પ્લાન સમજાવ્યો ત્યારે એને રસ પડ્યો હતો.પોચા સાહેબ આવું શા માટે કરતા હતાં એ પ્રશ્ન પણ એને થયેલો.પણ પોચા સાહેબે જે રકમ આપવાની વાત કરી હતી એને કારણે હબાએ વધુ પૂછપરછ નહોતી કરી. ભાભા અને બાબા પ્રત્યે હબાને પહેલેથી જ દાઝ હતી.ભૂત થઈને પહેલો જ શિકાર તભાભાભાનો કરવાનો હતો એટલે એ તરત તૈયાર થઈ ગયેલો.