કાવ્યા પોતાના પ્રેમની જાણ મહેક ને કરવા માંગતી ન હતી એટલે તેણે એવી કોઈ વાત કરી નહિ કે જેનાથી મહેક ને થોડો પણ ખ્યાલ આવી જાય કે કાવ્યા પણ કોઈ નાં પ્રેમ છે. અને કાવ્યા એ પણ આગળ મહેક ને કોઈ સવાલ કર્યા નહિ. હા, મનમાં ઘણા સવાલ હતા. મહેક અને વિરેન્દ્રસિંહ ફરી એક થઈ જશે.! શું તે લગ્ન કરી શકશે. આવા સવાલો કાવ્યા મનમાં ઉદભવ્યા હતા પણ હવે કાવ્યા કોઈ મદદ મહેકની કરવા માંગતી ન હતી. કેમ કે તેની મદદ કરવામાં પોતે મુશ્કેલીમાં આવી શકે તેમ હતી. મહેક પાસેથી કાવ્યા છૂટી પડે તે પહેલાં કાવ્યા તેની પાસેથી એક વચન