ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૮૬

  • 2.1k
  • 1.1k

મહેક નાં હાથમાં પરવાનગી નું કાર્ડ મળતા તે તરત તાંત્રિક ને મળવા તેના બંગલાએ પહોંચી. ત્યાં જઈને હોમગાર્ડ ને કાર્ડ બતાવી દાખલ થઈ. અંદર પ્રવેચતા સામે વિશાળ ગાર્ડન હતું અને રંગબેરંગી ફૂલોથી છવાયેલું હતું. ચાલતી ચાલતી મહેક આગળ વધી ત્યાં સામેથી આવતા એક માણસે મહેક ને કહ્યું. મારી સાથે ચાલો હું તમને ટી સાહેબ પાસે લઈ જાવ. મહેક તે માણસની પાછળ ચાલતી થઈ. એક વિશાળ બંગલામાં મહેક દાખલ થઈ. ત્યાં આટલા બધા રૂમ જોઈને કેટલા રૂમ હશે તેનો અંદાજો માનવો મહેક માટે મુશ્કેલ હતો. કેમ કે તે માણસ અંદર ને અંદર રૂમ પછી રૂમ પાર કરીને લઈ જઈ રહ્યો હતો.