(૪૫) (રાજુલ દીક્ષા લેવા માટે પહેલાં ધારિણીને મનાવવા જાય છે. ધારિણી પિતાની મંજૂરી લેવા કહે છે. હવે આગળ...) "પિતાજી..." રાજુલે પિતા સૂતા હતા એટલે એમની નજીક જઈને એમને બોલાવ્યા. "ઓહ, કોણ રાજુલ..." ઉગ્રસેન રાજા તો એની પ્રસન્ન મુખમુદ્રા જોઈ એકદમ બેઠા થઈ ગયા. "હા, આજે તમારી અનુજ્ઞા માગવા આવી. છું. મા ના પાડે છે, પણ છેવટે એને તમારી પર છોડયું છે." જરાપણ પ્રસ્તાવના કર્યા વિના જ રાજુલે વાત શરૂ કરી. એની અધીરતા એના અંગેઅંગમાં થી છલકાઈ રહી હતી. "બોલ... તને નારાજ કરવાનું બળ હવે મારામાં નથી." "નેમકુમાર... અરે, બળ્યું, મારાથી કુમાર શબ્દ વીસરતો જ નથી. ભગવાન નેમનાથ અહીં વિહરતા વિહરતા