(૪૪) (શ્રી નેમનાથ ઉપદેશ દે છે. રાજુલ નેમનાથના સાદ ની રાહ જોઈ રહી હતી, એટલે વૃદાં તેને સમજાવે છે. હવે આગળ...) રાજુલ સહસા ચમકી, વિશિષ્ટ અનુરાગ.... સાચી વાત છે. એ તો સૌની માફક જ, સૌને ચાહે છે એ જ રીતે મને પણ ચાહે છે. એવો કોઈ વિશિષ્ટ અધિકાર એ મને આપતા ગયા નથી. અને હું એમના આત્મા સાથે એકરસ બની ગઈ છું. એ ઓછા મારા આત્મા સાથે એકરસ કે એકતાન બની ગયા છે? "આ તો એકપક્ષી ખેંચતાણ કહેવાય." વૃદાંએ છેલ્લો પ્રહાર કર્યો. રાજુલ સચેત બની ગઈ. જાણે ભૂલભૂલામણીમાં ફસાયેલો કોઈ જીવ બહાર નીકળવાનો માર્ગ જુએ અને જે સ્થિરતા અનુભવે એવી